પૂર વચ્ચે વર-વધૂ મોટા તપેલામાં મેરેજ હોલ પહોંચ્યા

Friday 22nd October 2021 14:56 EDT
 
 

કેરળમાં પૂર અને ભારે વરસાદે મચાવેલી તબાહી વચ્ચે એક યુગલે અનોખી રીતે લગ્ન કર્યા હતા. ચોમેર પાણી ભરાઇ જતાં વર અને વધૂ ભોજન રાંધવાના મોટા તપેલામાં બેસીને મેરેજ હોલ પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છે. કુટ્ટૃનાડ ક્ષેત્રના વતની રાહુલ અને ઐશ્વર્યાના લગ્ન પૂરના ખોરંભે પડે તેમ હતા કેમ કે લગ્ન સમારોહના સ્થળે પહોંચાડતા રસ્તા પર કમર સુધી પાણી ભરાઇ ગયું હતું. જોકે પરિવારજનોએ પૂરના પાણીમાંથી રસ્તો કાઢ્યો અને સજેલાધજેલાં વર-વધૂને આ રીતે લગ્નસ્થળે પહોંચાડ્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter