બાલાજીના ચરણોમાં 2700 કિલોનો મહાભોગ

Saturday 08th July 2023 06:24 EDT
 
 

શેખાવટીના ઇતિહાસમાં પહેલી વાર પહેલી જુલાઇએ સિદ્ધ પીઠ બાલાજીને 2700 કિલોનો મહાભોગ ચડાવાયો હતો. ખાસ વાત તો એ છે કે આ મહાભોગ તૈયાર કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અને તેમાં લગભગ 20 રસોઈયા કામે લાગ્યા હતા. આ મહાભોગ બનાવવા માટે 11 ક્વિન્ટલ લોટ અને એટલો જ સૂકો મેવો, 125 કિલો સોજી, 400 લિટર ગાયનું દૂધ અને 400 લીટર ઘીનો ઉપયોગ થયો હતો. આ પ્રસાદનું લગભગ 25 હજાર શ્રદ્ધાળુઓ વચ્ચે વિતરણ કરવામાં આવ્યું હતું. મહાભોગ તૈયાર કરવા માટે જે તવો હતો તેનું વજન 300 કિલો હતું જ્યારે વેલણનું વજન 250 કિલો હતું. આ મહાભોગ આશરે 20 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો થયો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter