બ્રિટનમાં ફ્લાઈંગ ટુ-સીટર કારનું બુકિંગ શરૂ

Saturday 05th January 2019 05:50 EST
 
 

લંડનઃ બ્રિટનમાં ડચ કંપની પીએએલ-વી ઇન્ટરનેશનલે સૌપ્રથમ ઊડતી કાર પીએએલ-વીનું પ્રી-બુકિંગ શરૂ કર્યું છે. તેની કિંમત ૩.૨૦ લાખ પાઉન્ડ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ફ્લાઇંગ કારની ડિલીવરી વર્ષ ૨૦૨૦ પહેલા શરૂ થઈ જશે.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં આ કાર બ્રિટન, યુરોપ અને નોર્થ અમેરિકામાં ઉપલબ્ધ કરાવાશે. પેટ્રોલથી ચાલતી આ થ્રી-વ્હીલર કાર જમીન પર મહત્તમ ૧૬૦ કિ.મી.ની ઝડપે દોડી શકે છે જ્યારે હવામાં તેની ઉડવાની ઝડપ ૧૮૦ કિ.મી. પ્રતિ કલાક હશે. આ ફ્લાઇંગ કારને ડ્રાઇવ મોડમાંથી હેલિકોપ્ટર મોડમાં પરિવર્તિત થતાં માત્ર ૧૦ મિનિટ લાગે છે.

૩૩૦ મીટર જગ્યામાં લેન્ડીંગ

કંપનીના જણાવ્યા પ્રમાણે પીએએલ-વીને યુકેમાં ચલાવવું અને ઊડાવવાનું કાનૂની હશે. તેને યુરોપીયન ઉડ્ડયન સુરક્ષા એજન્સીના નિયમો હેઠળ સર્ટિફાઇડ કરાશે. ૬૬૪ કિલો વજનની કારને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવા માટે માત્ર ૩૩૦ મીટરની જગ્યાની જરૂર પડશે. રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter