માઇગ્રન્ટ માતૃશક્તિ

Friday 23rd October 2020 04:05 EDT
 
 

દુર્ગા જ શક્તિ છે. અને વર્તમાન સમયમાં શક્તિનો ચહેરો પરપ્રાંતીય શ્રમિક મહિલાઓ - માતાઓથી બહેતર કોઇ હોઇ શકે નહીં. આ માતાઓ - મહિલાઓ કોરોના લોકડાઉન દરમિયાન રોજીરોટીની તલાશમાં નાનાં નાનાં બાળકોને કાંખમાં તેડીને સેંકડો કિમી પગપાળા ચાલતી ગઇ... આ થીમ છે કોલકતાની બરિશા કલબના દુર્ગા પૂજા પંડાલની. અહીં મા દુર્ગા પરપ્રાંતીય શ્રમિક માતાના રૂપમાં છે. કાંખમાં કાર્તિક, લક્ષ્મી-સરસ્વતી પણ શ્રમિકના સંતાનોના રૂપમાં છે. કલબે લોકડાઉનના દિવસોમાં ૫૦૦૦ બોરી ચોખા જરૂરતમંદોને વહેંચ્યા હતા. શણના તે ખાલી કોથળાઓમાંથી જ આ સજાવટ કરાઇ છે. આ હૃદયસ્પર્શી થીમને તૈયાર કરનાર કલાકાર રિન્ટુ દાસ કહે છે કે લોકડાઉનના તે દૃશ્યો આજે પણ મારી નજર સામેથી હટતા નથી. લોકડાઉન દરમિયાન બાળકોને લઇને નીકળેલી શ્રમિક મહિલાઓની કતારોના દૃશ્યો મને રાત્રે સુવા નહોતા દેતા. દુર્ગા પૂજા દરમિયાન પંડાલમાં કામ મળ્યું તો તે માતૃશક્તિની એ તસવીર જ જીવંત કરવાનો નિર્ધાર કર્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter