મુંબઇના નેશનલ પાર્કમાં સાત પ્રાચીન બૌદ્ધ ગુફાઓ મળી

Wednesday 20th January 2016 05:15 EST
 
 

મુંબઈઃ મહાનગરના બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કમાં સાત પૌરાણિક ગુફાઓને શોધી કઢાઇ છે. આ ગુફાઓ બૌદ્ધવિહારો હોવાનું મનાય છે અને માત્ર એક ગુફામાં 'હરમિકા' (સ્તૂપનો ટોચના સળિયા)ના અવશેષો જોવા મળે છે. નજીકમાં આવેલી કાન્હેરી ગુફાઓ અગાઉ આ બૌદ્ધગુફાઓ બંધાઈ હોવાનું મનાય છે અને ઘણું કરીને ચોમાસામાં બૌદ્ધ સાધુઓ માટેના આશ્રયસ્થાન (મઠ) તરીકે તેનો ઉપયોગ થતો હતો.
જોકે, નવી ગુફાઓની વિગતવાર શોધખોળ અને દસ્તાવેજીકરણ માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા તરફથી ઔપચારિક મંજૂરીની રાહ જોવાય છે, પરંતુ આ ગુફાઓને શોધી કાઢનારી ટીમના ધારવા મુજબ આ ગુફાઓ ઇસવીસન પૂર્વે પહેલી સદીથી ઇસવીસન પાંચ-છ વચ્ચે બંધાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter