મોદી નંબર વનઃ ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોઅર્સ

Thursday 05th March 2026 01:49 EST
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન, એટલે કે 10 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આ પ્લેટફોર્મ પર આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ વિશ્વના પ્રથમ નેતા અને રાજકારણી બન્યા છે. મોદી 2014માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા હતા. ઇન્સ્ટાગ્રામ પર મોદીના અમેરિકી પ્રમુખ ટ્રમ્પ કરતાં બમણાથી પણ વધુ ફોલોઅર્સ છે. વિશ્વના આગામી 5 મોટા નેતાના કુલ ફોલોઅર્સની સંખ્યા મોદીના એકલા ફોલોઅર્સની સંખ્યા કરતાં ઓછી છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા નંબર પર છે. તેમના પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 15 મિલિયન ફોલોઅર્સનો નંબર આવે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા 14.4 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા નંબર પર છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના 11.6 મિલિયન ફોલોઅર્સ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter