રાજસ્થાનના બિસાઉની મૂક રામલીલાને સ્થાન મળશે અયોધ્યાના મ્યુઝિયમમાં

Friday 14th October 2022 16:08 EDT
 
 

નવી દિલ્હીઃ દેશભરમાં ભલે દશેરા પર્વે પાંચમી ઓક્ટોબરે રાવણના દહન સાથે રામલીલાનું સમાપન થઈ ગયું હોય, પરંતુ રાજસ્થાનના ઝુંઝનુના બિસાઉ ગામમાં યોજાયેલી રામલીલાનું નવમી ઓક્ટોબરે સમાપન થયું છે. બિસાઉના ગઢમાં ભજવાતી સંવાદ વિનાની એટલે કે મૂક રામલીલા દેશભરમાં અનોખી છે. આ વખતની રામલીલાની ત્રણ બાબત ખાસ છે. એક તો, તેની લાઈફોગ્રાફી રામાયણના રામાનંદના સહયોગી રહી ચૂકેલા રજની આચાર્ય કરી રહ્યા છે. બીજું, આ રામલીલા અયોધ્યામમાં બનનારા રામાયણ મ્યુઝિયમમાં સામેલ કરવાની સૈદ્ધાંતિક સંમતિ મળી ચૂકી છે. ત્રીજી, રામલીલાના આયોજકોને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવવાની આશા છે. ખાસ વાત એ છે કે, આશરે 165 વર્ષ જૂની આ રામલીલા ક્યારેય બંધ નથી રહી. કોરોનાકાળમાં પણ તેનું સાંકેતિક મંચન થયું હતું. હવે 15 દિવસ પછી 9 ઓક્ટોબરે ભરત મિલાપના મંચન સાથે તેનું સમાપન થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter