વિશ્વની સૌથી મોટી બોલપેનઃ ૧૮ ફૂટ લાંબી, ૩૭ કિલો વજન

Saturday 21st May 2022 10:34 EDT
 
 

હૈદરાબાદઃ ગિનેસ બુક વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરાયો છે, જેમાં વિશ્વની સૌથી લાંબી અને સૌથી વધુ વજનની બોલપેન જોવા મળે છે. હૈદરાબાદના આચાર્ય મકુનુરી શ્રીનિવાસે બનાવેલી આ પેનની ખાસિયત એ છે કે તે માત્ર રેકોર્ડ માટે બનેલો શોપીસ નથી. તેમાં સાચુકલી રિફિલ પણ છે અને તેનાથી સાચુકલું લખી શકાય છે. ૧૮ ફૂટ લાંબી આ પેનનું વજન ૩૭.૨૩ કિલો છે. પેન પિત્તળની બનેલી છે, અને તેમાં વપરાયેલા માત્ર પિત્તળનું વજન જ ૯ કિલો છે. પેનની ઉપરના આવરણ પર ભારતીય ધર્મશાસ્ત્રો સાથે જોડાયેલા દૃશ્યો કંડારાયેલા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સૌથી મોટી બોલપેનનો રેકોર્ડ ૪ ફૂટ ૯ ઇંચ લાંબી એક પેનના નામે હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter