વારાણસીમાં સોમવારે વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વર્વેદ મહામંદિરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. સાત માળની ઇમારતોમાં વેદના 4000 શ્લોક કોતરવામાં આવ્યા છે. બહારની દીવાલો ઉપર રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ કોતરવામાં આવ્યા છે જ્યારે છત ઉપર 125 પાખંડીવાળા કમળની આકૃતિ બનાવાઈ છે. કુલ 200 એકરના કેમ્પસમાં વિશાળ ભવન બનાવાયું છે, તેમાં 20 હજાર લોકો એકસાથે યોગ અને ધ્યાન કરી શકશે. આશરે 100 કરોડ રૂપિયાના ખર્ચે 19 વર્ષે આ સંકુલ સાકાર થયું છે.