50,000 શ્વેત આફ્રિકન્સને યુએસમાં રાજ્યાશ્રય જોઈએ છે

Tuesday 10th June 2025 10:17 EDT
 

વોશિંગ્ટન, જોહાનિસબર્ગઃ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર 50,000 શ્વેત આફ્રિકન્સે મ રેફ્યુજી પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં એસસાઈલમ મેળવવા બાબતે પૂછપરછ કરી છે. ગયા મહિને સાઉથ આફ્રિકામાંથી 59 લોકોનું પ્રથમ ગ્રૂપ યુએસમાં નવી જિંદગી જીવવા રવાના થયું હતું. ઈચ્છુક રેફ્યુજીસના સપોર્ટ નેટવર્ક ‘અમેરિકનર્સ’ની પ્રવક્તા કાટીઆ બીડાને ધ ટાઈમ્સને જણાવ્યું હતું કે વધુ 9 લોકો ગત શુક્રવારે એટલાન્ટા જવા રવાના થયા હતા અને ત્રીજું જૂથ ટુંક સમયમાં જ રવાના થશે.

અમેરિકી સત્તાવાળાઓે જણાવ્યું છે કે હજારો લોકોએ આ યોજનામાં રસ દર્શાવ્યો છે. સત્તા પર આવ્યા પછી તરત જ ટ્રમ્પે રેફ્યુજી રીસેટલમેન્ટટ પ્રોગ્રામ સસ્પેન્ડ કરી દીધો હતો. આ પ્રોગ્રામ હેઠળ 2023માં આશરે 60,000 લોકો યુએસ આવ્યા હતા. જોકે, ટ્રમ્પે શ્વેત સાઉથ આફ્રિકનો માટે અપવાદ રાખ્યો હતો. પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમના સાથીઓ વારંવાર આફ્રિકનોના ‘શ્વેત નરસંહાર’ વિશે ષડયંત્રની થીઅરીઓ વિશે જણાવતા રહ્યા છે. તેમણે દાવા કર્યા છે કે દક્ષિણ આફ્રિકા સરકારની નવી નીતિ હેઠળ શ્વેત ખેડૂતોની જમીનો જપ્ત કરી લેવાય છે. જોકે, કોઈ જમીનનો માલિકીહક છીનવાયો નથી. સાઉથ આફ્રિકાની વસ્તીમાં 7.3 ટકા હિસ્સો ધરાવતા શ્વેત ખેડૂતો કોમર્શિયલ ફાર્મલેન્ડ પર 73 ટકા માલિકી ધરાવે છે.

સાઉથ આફ્રિકાના શ્વેત એગ્રીકલ્ચર મિનિસ્ટર જ્હોન સ્ટીનહુઈસેન અને અન્યોએ પ્રશ્ન કર્યો છે કે સાચા શ્વેત ખેડૂતો યુએસ જઈ રહ્યા છે કે માત્ર નિષ્ફળ રહેલા ખેડૂતો જાય છે. બીજી તરફ, બીડાને જણાવ્યું હતું કે એક ભારતીય પરિવારે પણ તેમનો સંપર્ક સાધ્યો હતો કારણકે ‘શાળામાં તેમના બાળકો પર દાદાગીરી કરાઈ રહી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter