બેઇજિંગઃ ચીને 53 આફ્રિકન દેશોની આયાત પરનો ટેરિફ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. 1 મેથી ચીન 53 આફ્રિકન દેશની આયાતો પર કોઇ ટેરિફ વસૂલશે નહીં. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આફ્રિકા સાથે વેપાર વધારવા બેઇજિંગ દ્વારા આ મહત્વનું પગલું લેવાયું છે. 2025ના પ્રારંભે ચીન અને આફ્રિકા વચ્ચેનો વેપાર 222 બિલિયન ડોલર પર પહોંચ્યો હતો. ટેરિફ નાબૂદ થયા પછી ચીન અને આફ્રિકા વચ્ચેનો વેપાર વધવાની સંભાવના છે. ચીને ફક્ત એસ્વાતિનીને જ ટેરિફમાંથી મુક્તિ આપી નથી કારણ કે તે તાઇવાનનું સમર્થન કરે છે.

