DR કોંગોને વળતર ચૂકવવાનો યુગાન્ડાનો ઈન્કાર

Tuesday 22nd February 2022 16:46 EST
 

કમ્પાલાઃ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ૨૦ વર્ષ અગાઉ આક્રમણ અને યુગાન્ડા પીપલ્સ ડિફેન્સ ફોર્સીસ (UPDF) દ્વારા લંટફાટના વળતર પેટે DR કોંગોને $૩૨૫ મિલિયન ચૂકવવા આપેલા આદેશ પ્રમાણે વળતર ચૂકવવાનો યુગાન્ડાએ ઈન્કાર કર્યો હતો. યુગાન્ડાના આંતરરાષ્ટ્રીય સંબંધોનો હવાલો સંભાળતા પ્રધાન હેનરી ઓર્યેમે જણાવ્યું હતું કે DRકોંગોને નાણાં કરતાં વધુ સુમેળભર્યા સંબંધોની જરૂર છે.

તેમણે ઉમેર્યું કે તેઓ કોંગોમાં રસ્તા બનાવી રહ્યા છે.  UPDF ત્યાં  ADFના આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે. તેથી તેઓ ચૂકાદા કરતા વ્યૂહાત્મક સંબંધો પર વધુ ધ્યાન આપી રહ્યા છે.  યુગાન્ડાના એટર્ની જનરલ કિર્યોવા કિવાનુકાએ જણાવ્યું હતું કે યુગાન્ડા કોર્ટના તારણોને પડકારે છે અને નકારી કાઢે છે




to the free, weekly Gujarat Samachar email newsletter