IMF દ્વારા આફ્રિકામાં દુકાળની અસરનું મૂલ્યાંકન

Tuesday 09th April 2024 04:52 EDT
 
 

વોશિંગ્ટન,નાઈરોબીઃ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)ના જણાવ્યા અનુસાર તે આફ્રિકામાં ગંભીર દુકાળની અસરનું મૂલ્યાંકન કરવા સાથે અસરગ્રસ્ત દેશોને મદદ કરવાના માર્ગો વિશે કામ કરી રહેલ છે. ઝિમ્બાબ્વે, માલાવી અને ઝામ્બીઆ સહિતના દેશોમાં દુકાળની પરિસ્થિતિ ગંભીર છે.

ઈસ્ટ આફ્રિકા ગત 40 વર્ષોમાં સૌથી ખરાબ દુકાળનો સામનો કરી રહેલ છે જેમાં, 29 મિલિયનથી વધુ લોકોને અસર પહોંચી છે.આ ઉપરાંત, વસ્તીનું સામૂહિક સ્થળાંતર, કુપોષણ, અન્નસલામતીનો અભાવ તેમજ કોલેરા જેવા રોગચાળાની અસરનો પણ સામનો કરવો પડેછે.

માત્ર સોમાલિયામાં જ 1.4 મિલિયન લોકોએ હિજરત કરી છે. બીજી તરફ, ઝામ્બીઆના પ્રેસિડેન્ટે દુકાળ મુદ્દે માર્ચ મહિનામાં રાષ્ટ્રીય આપત્તિ અને ઈમર્જન્સી જાહેર કરી છે. દુકાળના કારણે અન્ન ઉત્પાદન અને વીજપુરવઠો તહસનહસ થઈ ગયો છે. વરસાદના અભાવે પાણીની અછત પણ સર્જાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter