IMFની ટાન્ઝાનિયાને $ 153 મિલિયનની તત્કાળ મદદ

Tuesday 02nd May 2023 13:05 EDT
 

દારેસસ્લામઃ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) દ્વારા ટાન્ઝાનિયાની વધુ ત્રણ વર્ષની ક્રેડિટ સુવિધાની પ્રથમ સમીક્ષાને બહાલી આપી છે અને બજેટરી સપોર્ટ તરીકે તાત્કાલિક 153 મિલિયન ડોલરની મદદની પરવાનગી આપી છે.

IMFએ જણાવ્યું છે કે પડકારજનક વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં ટાન્ઝાનિયાનો આર્થિક સુધારણા કાર્યક્રમ પ્રગતિ કરી રહ્યો છે પરંતુ, સરકારે ઘરેલું આવકને વધારવાનું તેમજ બ્યુરોક્રસીમાં ઘટાડા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનું કાર્ય કરવું જ પડશે. IMFના નિર્ણયથી ટાન્ઝાનિયા માટે ગત વર્ષની 1.04 બિલિયન ડોલરની લોન વ્યવસ્થા હેઠળ હાલ કુલ આશરે 305 મિલિયન ડોલરની રકમ અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter