અબુજાઃ સાઉથ કોરિયાના ટ્રેડ મિનિસ્ટર યુ મ્યુંગ – હીએ પોતાની ઉમેદવારી દાવો પાછો ખેંચી લેતાં ભૂતપૂર્વ ફાઈનાન્સ મિનિસ્ટર ન્ગોઝી ઓકોન્જો - લ્વીએલા વર્લ્ડ ટ્રેડનો ઓર્ગેનાઈઝેશનના વડા બનવાનો માર્ગ મોકળો થયો છે.
૨૦૨૦ માં ટ્રમ્પ વહીવટીતંત્રે ઓકોન્જો - લ્વીએલાની પસંદગીને અટકાવી દીધી હતી તે પછી અમેરિકાના ઘણાં ભૂતપૂર્વ સરકારી અધિકારીઓએ તે મંજૂર કરવા પ્રમુખ જો બાઈડનને અનુરોધ કરતાં યુ મ્યુંગ – હીએ તેમનો દાવો પાછો ખેંચ્યો હતો.
ઓકોન્જો - લ્વીએલાની નિમણૂકને મંજૂરીને સર્વસંમતિ માટે ટૂંક સમયમાં WTOના ૧૬૪ સભ્યોની બેઠક યોજાશે.
હવે બે આખરી ઉમેદવારોમાંથી ગમે તે એક મહિલા સફળ થશે તે પ્રથમ વખત વૈશ્વિક વ્યાપાર સંગઠનના વડા બનશે. તેઓ ગયા ઓગસ્ટમાં પોતાના નિર્ધારિત કાર્યકાળ કરતાં વહેલા હોદો છોડી દેનારા ડિરેક્ટર જનરલ રોબર્ટો એઝેવેડોના અનુગામી બનશે.
ઓકોન્જો - લ્વીએલા આ સંસ્થાના વડા બનનારા પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન બનશે. ૬૬ વર્ષીય ઓકોન્જો - લ્વીએલાએ દેશના પ્રથમ મહિલા ફાઈનાન્સ અને ફોરેન મિનિસ્ટર તરીકે ફરજ બજાવી છે. અને વર્લ્ડ બેંકમાં ડેવલપમેન્ટ ઈકોનોમિસ્ટ તરીકે તેમની ૨૫ વર્ષની કારકિર્દી છે.
ઓકોન્જો - લ્વીએલા ટ્વીટરના બોર્ડ પર અને GAVI વેક્સિન અલાયન્સના ચેર તરીકે કાર્યરત તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની કોવિડ – ૧૯ સામેની લડાઈના ખાસ દૂતની ઉમેદવારીને ઈયુની તરફેણને લીધે બળ મળ્યું હતું.
કોવિડ કટોકટી સર્જાઈ તે પહેલાથી જ WTO અટકી પડેલી વ્યાપાર મંત્રણાને લીધે મુશ્કેલીમાં હતું. તે અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલીને ડામવા સંઘર્ષ કરી રહ્યું હતું.