અંગોલામાં મળ્યો સૌથી મોટો દુર્લભ ગુલાબી હીરો

Tuesday 09th August 2022 07:26 EDT
 
 

લુઆંડા: આફ્રિકન દેશ અંગોલાની ખાણમાંથી છેલ્લા 300 વર્ષમાં પહેલી વાર મોટો ગુલાબી હીરો મળી આવ્યો છે. આ વિશેષ પ્રકારનો ગુલાબી હીરો 170 કેરેટનો છે. હીરાના જાણકારોના અનુસાર પાછલા 300 વર્ષમાં શોધાયેલો આ સૌથી મોટો ગુલાબી હીરો છે. આ ખાણની માલિકીનો હક લુકાપા ડાયમંડ કંપની પાસે છે. કંપનીએ જણાવ્યું હતું કે ખૂબ જ દુલર્ભ લુલો રોઝ હીરો અંગોલાની લુલો ખાણમાંથી મળ્યો છે. કહેવાઈ રહ્યું છે કે હાલ આ હીરો શુદ્ધ રૂપમાં હાજર છે. કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતા આ હીરાની સાચી કિંમતનો અંદાજ તો કટિંગ અને પોલિશિંગ થયા બાદ મેળવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter