• યુગાન્ડાના ટુરિઝમ ક્ષેત્રને ઈયુની સહાય
યુરોપિયન યુનિયનને લીધે યુગાન્ડાના ટુરિઝમ ક્ષેત્રને ૬ મિલિયન યુરો (UGX ૨૬ બિલિયન)ની સહાય મળી છે. આ ફંડિંગથી કોરોના વાઈરસની કટોકટીને લીધે સૌથી વધુ અસર પામેલા ક્ષેત્ર પૈકીના એક એવા ટુરિઝમ ક્ષેત્રને બેઠું કરી શકાશે. આ નાણાં યુગાન્ડા ડેવલપમેન્ટ બેંક (UDB) મારફતે એક ડીલના ભાગરૂપે ચૂકવાશે. આ ડીલ હેઠળ UDB વધુ ૩૯.૪ બિલિયન શિલિંગ્સ ચૂકવશે. દેશમાં ડોમેસ્ટિક ટુરિઝમ શરૂ થઈ રહ્યું છે ત્યારે ઈયુની આ ભાગીદારી થઈ રહી છે. તેમાં રક્ષિત વિસ્તારોની મુલાકાત લેતાં લોકોની સંખ્યા નિયંત્રિત રાખવા માટે તેમને તબક્કાવાર પરવાનગી આપવામાં આવશે. આ ફંડ ખાસ કરીને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને સરકારી ટુરિઝમ એજન્સીઝ દ્વારા નિર્ધારિત કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરને સુસંગત સુવિધાઓ વધારવામાં ઓપરેટરોને લાંબાગાળે મદદરૂપ થશે.
• NRM પ્રાઈમરીમાં હારેલા સાંસદો અપક્ષ તરીકે ઉમેદવારી નહિ કરે
મિનિસ્ટર એવલીન એનાઈટના નેતૃત્વ હેઠળના NRM જૂથના સાંસદોએ ૨૦૨૧ના જનરલ ઈલેક્શનમાં અપક્ષની ટિકિટ પર ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી હતી. ડો. ચાર્લ્સ એયુમની સામે કોબોકો NRM ફ્લેગ હારી ગયેલા સાંસદોએ જણાવ્યું કે ગેરરીતિઓ થઈ હોવા છતાં તેઓ પરિણામોને પડકારશે નહિ. તેમણે જણાવ્યું હતું કે NRM મતદારોનું રજિસ્ટર ન હોવાથી પક્ષના ન હોય તેવા લોકો પણ મતદાન કરી શકે છે. આ ઉપરાંત મતદારોને લલચાવવામાં અને ધમકાવવામાં આવતા હોવાનું પણ જણાવ્યું હતું. આ સાંસદોમાં ચાર્લ્સ લુકોર, માઈકલ તસ્લીમ, લિલિયન નકાટે, અબ્રાહમ બ્યાનાડાલા વગેરેનો સમાવેશ થાય છે.
• કેન્યામાં બાળકો આ વર્ષના અંત સુધીમાં સ્કૂલે જતા થશે
કેન્યા સરકાર આ વર્ષે ફરી સ્કૂલો શરૂ કરવાની વિચારણા કરી રહી છે અને સરકારે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે યુનિવર્સિટીઓ અને કોલેજોને પરવાનગી આપી છે. એજ્યુકેશન કેબિનેટ સેક્રેટરી જ્યોર્જ મગોહાએ સંકેત આપ્યો હતો કે જાન્યુઆરીમાં સ્કૂલો શરૂ કરવાની પ્રારંભિક દરખાસ્તને અભરાઈએ મૂકી દેવાશે કારણકે કોરોના વાઈરસ સામેની લડાઈમાં થયેલી પ્રગતિને ધ્યાનમાં લઈને તેમણે કોવિડ-૧૯ એજ્યુકેશન ઈમરજન્સી રિસ્પોન્સ કમિટીને તેનાથી વહેલી તારીખ સૂચવવા દસ દિવસનો સમય આપ્યો છે. પ્રો. મગોહાએ ૨૫ સપ્ટેમ્બરે મળનારી નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સમાં રજૂ કરી શકાય તે માટે નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સને નવી દરખાસ્ત તૈયાર કરવા સૂચના આપી હતી.
• ટાન્ઝાનિયાએ કેન્યન એરલાઈન્સ પરનો પ્રતિબંધ ઉઠાવ્યો
ટાન્ઝાનિયાએ કેન્યા એરવેઝ, Fly 540 લિમિટેડ, સફારીલિંક એવિએશન અને એરકેન્યા એક્સપ્રેસ લિમિટેડ સહિતની કેન્યન એરવેઝ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. ટાન્ઝાનિયા સિવિલ એવિએશન ઓથોરિટી (TCAA) ની યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્યન ઓપરેટર્સ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લેવાયો છે. આ અંગેની જાણ કેન્યન સિવિલ એવિએશન ઓથોરિટી (KCAA)ને પણ કરી દેવાઈ છે. TCAA દ્વારા એ પણ જણાવાયું શિકાગો ઈન્ટરનેશનલ કન્વેન્શન ૧૯૪૪ના પાયાના સિદ્ધાંતોનો તથા બન્ને દેશો વચ્ચે થયેલા બાયલેટરલ એર સર્વિસીસ એગ્રીમેન્ટના પાલન માટે કેન્યા પ્રતિબદ્ધ રહેશે.
• સુદાનની વસતિના ૭૭ ટકા લોકો ગરીબઃ
સુદાનના નવા રચાયેલા સોશિયલ સિક્યુરિટી કમિશને જણાવ્યું હતું કે સુદાનના ૭૭ ટકા લોકો ગરીબીમાં જીવે છે. તેમની માથાદીઠ આવક ૧.૨૫ ડોલરથી વધુ નથી. કમિશનના ડિરેક્ટર ડો. એઝેલ્ડિન અલ સાફીએ જણાવ્યું કે વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ ગરીબીમાં જીવતા લોકોની સંખ્યા ૧૯૯૪માં ૫૦ ટકા હતી જે વધીને ૨૦૧૬માં ૭૭ ટકા થઈ હતી. રેડ સી સૌથી ગરીબ રાજ્ય છે. તેમણે જણાવ્યું કે કમિશનનો હેતુ ૨૦૦,૦૦૦ પરિવારોને ગરીબીમાંથી બહાર લાવવાનો છે. મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સે ખાર્ટુમમાં ખાર્ટુમમાં ફેમિલી સપોર્ટ પ્રોગ્રામ સમારાત [fruits] તરીકે ઓળખાતા પાઈલોટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમાં ખાર્ટુમ, નોર્ધર્ન સ્ટેટ, રેડ સી સ્ટેટ, કસ્સાલા, બ્લૂ નાઈલ સ્ટેટ, સેન્નર, ત્રણ કોર્ડોફેન રાજ્યો અને નોર્થ તથા સાઉથ ડર્ફરના લગભગ અડધો મિલિયન લોકોને મદદ અપાશે.