ઈસ્ટ આફ્રિકા જળબંબાકાર, હજારો વિસ્થાપિત

Tuesday 23rd April 2024 01:55 EDT
 

ડોડોમા,નાઈરોબીઃ ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ ઈસ્ટ આફ્રિકાના ઘણા વિસ્તારોને જળબંબાકાર બનાવ્યા છે. કેન્યા અને ટાન્ઝાનિયામાં સંખ્યાબંધ લોકોએ જાન ગુમાવવા સાથે હજારો લોકો વિસ્થાપિત થયા છે. પશુધન, મિલકતો અને ઘરવખરીને ભારે નુકસાન થયાના અહેવાલો છે. પૂરથી કેન્યામાં 13 અને ટાન્ઝાનિયામાં 60થી વધુ લોકોના મોત નીપજ્યાં હતાં

કેન્યાના કાકોલા ઓમ્બાકામાં 646 પરિવારે હિજરત કરી છે અને સેંકડો લોકોએ ઈવેક્યુએશન કેન્દ્રોમાં અથવા ઊંચા સ્થળે રહેતા સગાસંબંધીઓનો આશરો લેવો પડ્યો છે. કેન્યાના હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરવા સાથે નાગરિકોને ઊંચાણવાળા સ્થળોએ જતા રહેવાની સલાહ આપી હતી.

નાઈરોબીમાં પગારવધારાની માંગ સાથે ડોક્ટર્સના દેખાવો

નાઈરોબીઃ કેન્યાના પાટનગર નાઈરોબીના માર્ગો પર 16 એપ્રિલ,મંગળવારે સેંકડો હોસ્પિટલ્સના ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ૭,૦૦૦ જેટલા મજબૂત કેન્યા મેડિકલ પ્રેક્ટિશનર્સ, ફાર્માસિસ્ટ્સ અને ડેન્ટિસ્ટ યુનિયનના સભ્યો વધારે સારા પગાર અને કામકાજની વધારે સારી સ્થિતિની માંગ સાથે ૧૩ માર્ચથી હડતાળ પર છે. નોંધનીય છે કે ડોક્ટરોની હડતાળના કારણે દેશની ૫૭ જાહેર હોસ્પિટલોમાં સ્વાસ્થ્યને લગતા કામકાજ ઠપ્પ પડ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter