આફ્રિકાના દેશોમાં ઈબોલા વાઈરસ ફરી દેખાયો

Friday 03rd July 2015 01:54 EDT
 

મનરોવિયાઃ લાઈબેરીયાને થોડા સમય પહેલા જ ઈબોલામુક્ત જાહેર કરાયું હતું પરંતુ તાજેતરમાં ઈબોલાનો એક નવો કેસ નોંધાતા લોકોમાં ફરીથી ભય વ્યાપ્યો છે.

લાઈબેરીયાના નાયબ આરોગ્ય પ્રધાન ટોલ્બેર્ટ ન્યન્સ્વાહના જણાવ્યા મુજબ તપાસમાં આ વાતની પુષ્ટિ થઇ છે કે, ૧૭ વર્ષના એક યુવકનું મોત ઈબોલા વાયરસના કારણે થયું છે. તેમણે કહ્યું કે, દર્દીના શબને સાવધાનીપૂર્વક દફનાવવામાં આવ્યું છે અને ચિંતાની કોઈ જરૂર નથી પરંતુ તેમણે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

આફ્રિકાના દેશોમાં ડિસેમ્બર ૨૦૧૩માં ઈબોલાનો પ્રથમ કેસ નોંધાયા પછી અત્યાર સુધીમાં ૧૧ હજાર લોકોના મોત થયા છે. તેમાંથી સૌથી વધારે મોત લાઈબેરીયા, ગિની અને સિયેરા લીયોનમાં થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter