મોરક્કોઃ આફ્રિકાના સૌથી ધનવાન રાજવી ગણાતા કિંગ મોહમ્મદ છઠ્ઠા અંતર્ગત કામ કરતી રાજવી પરિવારની કચેરી એઆઇ માદાની માલિકીના મેનાજેમ ગ્રુપે વર્ષ 2030 સુધીમાં આફ્રિકામાં તેના માઇનિંગ ઓપરેશનોમાં સોનાનું ઉત્પાદન 134 ટકા વધારવા 750 મિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી છે.
આ ગ્રુપ આફ્રિકાના સુદાન, ડીઆરસી, ગેબન, સેનેગલ અને ગિની સહિત આઠ દેશોમાં સોનાની ખાણોનું સંચાલન કરે છે. આગામી બે વર્ષમાં કંપનીની આવક 2 બિલિયન ડોલરને પાર કરી જવાની સંભાવના છે. 2025માં ગ્રુપની આવક 384 ટકા વધીને 322 મિલિયન ડોલર પર પહોંચી હતી.
કંપનીએ 2025માં 2,13,000 ઔંસ સોનાનું ઉત્પાદન કર્યું હતું અને 2030 સુધીમાં વધારીને 5,00,.000 ઔંસ કરવાની તૈયારી કરી રહી છે. આફ્રિકાના સૌથી અમીર રાજવી ગણાતા કિંગ મોહમ્મદ છઠ્ઠાની કુલ સંપત્તિ પાંચ બિલિયન ડોલર હોવાનું મનાય છે.


