આલિકો ડાન્ગોટે મોમ્બાસામાં ઓઈલ રિફાઈનરી નાખશે

Tuesday 26th May 2026 12:23 EDT
 
 

નાઈરોબીઃ આફ્રિકાના સૌથી ધનવાન બિલિયોનેર બિઝનેસમેન આલિકો ડાન્ગોટેએ કેન્યાના મોમ્બાસામાં ઓઈલ રિફાઈનરી સ્થાપવાની જાહેરાત કરી છે. ડાન્ગોટેએ 2024માં નાઈજિરિયાની એકમાત્ર સફળ ઓઈલ રિફાઈનરી લોન્ચ કરી હતી. ઈરાનયુદ્ધના પરિણામે હોર્મુઝ ખાડી બંધ કરાતા ડાન્ગોટેની લાગોસ રિફાઈનરીએ મોટા પાયા પર ક્રુડ ઓઈલનું વેચાણ કર્યું છે.

મિડલ ઈસ્ટથી ઓઈલ પુરવઠો બંધ થતા નાઈજિરિયાના પડોશી દેશો કેમેરુન, ટોગો, ઘાના અને ટાન્ઝાનિયા હવે નાઈજિરિયા તરફ વળ્યા છે. ડાન્ગોટેની 19 બિલિયન ડોલરની લાગોસ રિફાઈનરી પ્રતિ દિન 650,000 બેરલ્સના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. અગાઉ, આફ્રિકી દેશો દ્વારા ટાન્ઝાનિયાના ટાન્ગા પોર્ટ ખાતે સંયુક્ત ઓઈલ રિફાઈનરી સ્થાપવાનો વિચાર કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ રજૂ કર્યો હતો. જોકે, ડાન્ગોટેએ ટાન્ઝાનિયાના બદલે કેન્યાના મોમ્બાસા ખાતે 15થી 17 બિલિયન ડોલરના ખર્ચ સાથે નવી રિફાઈનરી સ્થાપવા તૈયારી દર્શાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter