ઇકવેટોરિયલ ગિનીમાં ભારતીય જહાજના 26 ક્રુ છેલ્લા 3 મહિનાથી ચાંચિયાના કબજામાં

નાઇજિરિયા લઇ જવાયા બાદ સંપર્ક તૂટતાં પરિવારજનો પરેશાન, ક્રુમાં વડોદરાના એન્જિનિયર હર્ષવર્ધન સામેલ

Wednesday 23rd November 2022 05:10 EST
 
 

લંડન

ઇક્વેટોરિયલ ગિનીમા બંધક  ભારતીય શિપના ૨૬ ક્રુ મેમ્બર્સને એક સપ્તાહ પહેલા નાઇજીરીયા લઈ બાદ કોઈ જ સંપર્ક નહીં હોવાથી તેમના પરિવારજનો પણ ચિંતિત બન્યા છે. બંધક બનાવેલા 26 ક્રૂ મેમ્બરોમાં વડોદરાના એન્જિનિયર હર્ષવર્ધન સૌચેનો પણ સમાવેશ થાય છે. હર્ષવર્ધન ની પત્ની સ્નેહા કહે છે કે અમે શિપ કંપની અને સરકાર બંનેના સંપર્કમાં છીએ બંને તરફથી અમને આશ્વાસન મળી રહ્યું છે કે થોડા સમયમાં સમસ્યાનું નિવારણ આવી જશે અને બંધકોને છોડી મૂકવામાં આવશે આ શબ્દો અમે છેલ્લા સાડા ત્રણ મહિના કરતાં વધુ સમયથી સાંભળી રહ્યા છીએ પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી છેલ્લા એક અઠવાડિયાથી તો ક્રૂ મેમ્બરોનો કોઈ સંપર્ક જ નથી એટલે તેઓ ક્યાં છે કઈ હાલતમાં છે એની કોઈ જાણકારી જ નથી એટલે ચિંતામાં વધારો થઈ રહ્યો છે અમે બસ સરકારને એટલી અરજી કરી રહ્યા છીએ કે બની શકે તેટલું જલ્દીથી સમસ્યાનો ઉકેલ લાવે અને મારા પતિ જલ્દીથી છૂટીને ઘરે આવી જાય

છેલ્લે 14 મી નવેમ્બરે ઇક્વેટોરિયલ ગિનીના સમુદ્ર કિનારે બંધક શિપમાંથી ક્રુ મેમ્બર્સે તેઓના પરિવારજનોને અને ભારત સરકારને પ્રતિનિધિઓને એક વીડિયો મોકલીને બચાવવા માટે તાત્કાલિક મદદની માગ કરી હતી. આ વીડિયોમાં એક ક્રુ મેમ્બર કહે છે કે 'ડિટેન્સન સેન્ટરમાં રખાયેલા ૧૫ ક્રુ મેમ્બર્સ પાછા જેટી પર આવી ગયા છે.હવે નાઇજિરિયાના લોકો અમારી સાથે દાદાગીરી રહ્યા છે. એક ટગ બોટથી અમારી શિપને ખેંચીને નાઇજિરિયા લઇ જવાશે એવી ધમકી અમને આપવામાં આવી છે. અમારી શિપ આંતરરાષ્ટ્રીય જળસીમા કાયદા અંતર્ગત નોંધાયેલી છે. ઇક્વેટોરિયલ ગિની અને નાઇજિરિયા ખુલ્લેઆમ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને અમને બંધક બનાવીને ચાંચિયાગીરી કરી રહ્યાં છે.

આ વિડિયો બાદ છેલ્લા એક સપ્તાહ થી ક્રૂ મેંબરોનો કોઈ સંપર્ક નથી ઉલ્લેખનીય છે કે ગત તા.૧૪ ઓગસ્ટથી એટલે કે લગભગ ૩ મહિનાથી ભારતીય શિપના ક્રુ મેમ્બર્સ બંધક છે પહેલા ઇક્વેટોરિયલ ગિનીએ બંધક બનાવ્યા હતા હવે નાઇજિરિયાના કબજામાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter