લંડનઃ દક્ષિણ ઇથિયોપિયાના ગામો ઝોનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયાં હતાં. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના મોત પર્વતીય વિસ્તારોમાં થયાં હતાં. તાજેતરમાં ઇસ્ટ આફ્રિકામાં અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. પાડોશી કેન્યામાં પણ 42 લોકોના મોત થયાં હતાં. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જના કારણે ઇસ્ટ આફ્રિકામાં વરસાદી વાવાઝોડા ઉગ્ર બની રહ્યાં છે.


