ઇથિયોપિયામાં પોલીસ વિનાના સ્માર્ટ પોલીસ સ્ટેશન શરૂ કરાયાં

Tuesday 10th March 2026 12:39 EDT
 
 

લંડનઃ ઇથિયોપિયામાં સ્માર્ટ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યાં છે જેમાં કોઇ પોલીસ અધિકારી ફરજ પર નહીં હોય. રાજધાની અડિસ અબાબાના બોલે જિલ્લામાં એક પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાઇ છે. આ પ્રકારના પોલીસ સ્ટેશનોમાં પાર્ટિશન લગાવેલા બૂથમાં કોમ્પ્યુટર ટેબલેટ મૂકવામાં આવ્યાં છે. તેના દ્વારા તમે તમારી સાથે થયેલા અપરાધની વિગતો આપી શકો છો. ત્યારબાદ દૂર અન્ય સ્થળે બેઠેલો પોલીસ અધિકારી સ્ક્રીન પર આવીને ફરિયાદી સાથે સવાલ જવાબ કરી માહિતી મેળવે છે. જો અપરાધ મોટો હોય તો પોલીસ અધિકારીઓ જે તે વિસ્તામરાં પહોંચી જાય છે. આમ તો પ્રારંભના પહેલા મહિનામાં સ્માર્ટ પોલીસ સ્ટેશનને ફક્ત 3 ફરિયાદ મળી હતી પરંતુ સત્તાવાળાઓને વિશ્વાસ છે કે લોકો તેનાથી ટેવાઇ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter