ઉહુરુ કેન્યાટાએ ૨૨૫ મિલિયન ડોલરનું પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યું

Wednesday 27th October 2021 06:45 EDT
 

નાઈરોબીઃ દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા, રોજગારીની તકો ઉભી કરવા અને ૨૦૨૨ની સામાન્ય ચૂંટણી પહેલા પોતાનો રાજકીય પાયો મજબૂત કરવા માટે પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ  ૨૨૫ મિલિયન ડોલરનું આર્થિક પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યું હતું.  આ પેકેજ મુખ્યત્વે લોકોની ખરીદશક્તિ વધારવા માટે તેમને નાણાં મળે તે માટે બજારનો વ્યાપ વધારશે અને ચા, કોફી, સુગર અને પશુપાલન તથા ખેતીના પેટા ક્ષેત્રોની ઉપજોના સારા ભાવ આપશે  
કેન્યાટાએ Ksh ૧૦ બિલિયન (૯૦ મિલિયન ડોલર)ની કાઝી મ્ટાની યોજનાના ત્રીજા તબક્કાની પણ જાહેરાત કરી હતી. જોબમાં કાપને લીધે ૨૫થી નીચેની વયના સેકન્ડરી સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડી હતી. તેને અનુલક્ષીને આ યોજનામાં ૨૦૦,૦૦૦ યુવાનોને જોબ અપાશે.
તેમણે લોકલ કોન્ટ્રાક્ટર્સ અને શ્રમિકોને સાંકળીને સ્કૂલોના બાંધકામ માટે ૭૨ મિલિયન ડોલરની ફાળવણી કરી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter