કમ્પાલાના વિસ્ફોટમાં બે બળવાખોરના મોત

Tuesday 10th June 2025 10:22 EDT
 

કમ્પાલાઃ યુગાન્ડાની રાજધાની કમ્પાલાના મુન્યોન્યો સબર્બમાં જાણીતા કેથોલિક દેવળ નજીક મંગળવાર 3 જૂને થયેલા વિસ્ફોટમાં એલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF)ના મહિલા સ્યુસાઈડ બોમ્બર સહિત બે શકમંદ બળવાખોરોના મોતના અહેવાલ છે. આ સ્થળે લોકો મોટી સંખ્યામાં ‘શહીદ દિન’ની ઊજવણી માટે એકત્ર થયા હતા. કોઈ નાગરિકને ઈજાના અહેવાલ નથી. મહિલા સ્યુસાઈડ બોમ્બરે શક્તિશાળી વિસ્ફોટકો લગાવેલાં હતાં. કાઉન્ટરટેરરિઝમ યુનિટે મોટરબાઈક પર જતા બે બળવાખોર ત્રાસવાદીઓને આંતર્યા હતા અને ત્યારે જ વિસ્ફોટ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter