કમ્પાલાની ઝૂંપડપટ્ટીમાં HIV વિરુદ્ધ પૂર્વ સેક્સ વર્કરની લડાઈ

Tuesday 12th March 2024 07:41 EDT
 
 

કમ્પાલાઃ યુગાન્ડામાં HIV વિરુદ્ધની લડાઈ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. ચેપનો રાષ્ટ્રીય દર ઘટીને 5 ટકા થી ગયો છે જે ત્રણ દસકા અગાઉ 30 ટકાનો હતો. આનો યશ મુખ્યત્વે સારું શિક્ષણ અને HIV ટેસ્ટિંગ અને સારવારમાં વધારા જેવી અટકાવ પદ્ધતિઓને જાય છે. આમ છતાં, સેક્સ વર્કર્સમાં ચેપનો દર ચિંતાજનક રીતે ઊંચો છે તેમજ આ વેશ્યા વ્યવસાયમાં ત્રણમાંથી એક કરતાં વધુ સ્ત્રીને HIV હોવાનું મનાય છે.

પૂર્વ સેક્સ વર્કર ડેબોરાહ નાકાટુડે કમ્પાલાની ઝૂંપડપટ્ટીમાં HIV વિરુદ્ધ ની લડાઈમાં યથાશક્તિ યોગદાન આપી રહી છે. ડેબોરાહ માત્ર 15 વર્ષની હતી ત્યારથી આ વ્યવસાયમાં ધકેલી દેવાઈ હતી અને વ્યવસાયને બરાબર જાણે છે. તેના સાવકી માતાનો ત્રાસ ભારે હતો ત્યારે આવક મેળવવા તેણે શાળાનો અભ્યાસ છોડી શરીર વેચવાનો ધંધો અપનાવવાની ફરજ પડી હતી. 2008માં સેક્સ્યુઅલ અને રીપ્રોડક્ટિવ હેલ્થ ઓર્ગેનાઈઝેશ ને કમ્પાલાના સૌથી મોટા સ્લમ વિસ્તારોમાં એક બ્વાઈસેમાં રહેતી ડેબોરાહને ત્યાંની સ્ત્રીઓ માટે મુખ્ય શિક્ષક તરીકે પસંદ કરી હતી. જોકે, પ્રોજેક્ટ બંધ થયાં પછી પણ તેને આ કામગીરી ચાલુ રાખવાની જરૂરિયાત સમજાઈ હતી.

ડેબોરાહ નાકાટુડેએ પોતાની સંસ્થા સેવિંગ લાઈવ્ઝ અંડર માર્જિનાલાઈઝેશન (SLUM)ની સ્થાપના કરી હતી જે કમ્પાલાની ઝૂંપડપટ્ટીઓમાં જાતિય રીતે વળગતા રોગ સામે અભિયાન ચલાવે છે. નાકાટુડે સેક્સ વર્કર્સ માટે HIV ટેસ્ટિંગ અને સારવાર મળી રહે તે માટે કમ્પાલામાં પબ્લિક હેલ્થ સવલતો સાથે કામ કરે છે. તે દર વર્ષે 350થી વધુ સેક્સ વર્કર્સને HIVનો ચેપ લાગતો અટકાવવા પ્રીવેન્શન પદ્ધતિઓનું શિક્ષણ આપે છે. નાકાટુડે કહે છે કે સામાન્ય વસ્તીમાં ચેપનો દર ઘટ્યો છે તેમ સેક્સ વ્યવસાયમાં પણ દર ઘટે તેના પર તેનું મુખ્ય ફોકસ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter