કેન્યા અને ઈયુ વચ્ચે ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કરાયા

Wednesday 03rd January 2024 06:14 EST
 

નાઈરોબીઃ કેન્યા અને યુરોપિયન યુનિયન વચ્ચે ઈન્વેસ્ટમેન્ટ અને વેપારને આગળ વધારવા તેમજ નવી આર્થિક તકો સર્જવાના હેતુસર ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (EPA) પર 18 ડિસેમ્બરે સહીસિક્કા કરાયા હતા. આ કરાર કેન્યાની આર્થિક પ્રવૃત્તિઓના વૈવિધ્યીકરણ, સ્પર્ધાત્મકતાની વૃદ્ધિ અને વિકાસને મજબૂત બનાવશે. યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને કેન્યાના પ્રેસિડેન્ટ વિવિયમ રુટોની હાજરીમાં EPA પર હસ્તાક્ષર કરાયા હતા.

ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટનો અમલ થતાની સાથે જ કેન્યાની તમામ નિકાસોને ડ્યૂટી ફ્રી અને ક્વોટા ફ્રી ઈયુ માર્કેટની પહોંચ મળશે તેમજ ઈયુ તરફથી આયાતો માટે કેન્યાનું બજાર અંશતઃ અને તબક્કાવાર ખોલવામાં આવશે. કેન્યા ઈયુનું લાંબા સમયનું અને ભરોસાપાત્ર પાર્ટનર છે. તેમની ભાગીદારીને આગળ વધારવા જૂન 2021માં ઈન્વેસ્ટમેન્ટ અને વેપાર સહિત સહકારના વિવિધ ક્ષેત્રોને આવરી લેવા સ્ટ્રેટેજિક ડાયાલોગ શરૂ કરાયા હતા. ઈયુ-કેન્યા વચ્ચે 2022માં 3.3 બિલિયન યુરોનો વેપાર થયો હતો જે 2018ની સરખામણીએ 27 ટકા વધુ હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter