કેન્યા બસ અકસ્માતમાં 24ના મોત

Wednesday 28th October 2026 09:06 EDT
 

નાઈરોબીઃ દક્ષિણપૂર્વ કેન્યામાં રવિવાર 25 ઓક્ટોબરની સવારે નાઈરોબી-મોમ્બાસા હાઈવે પર શોકાતુર લોકોને ચર્ચથી લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાવાના ગમખ્વાર અકસ્માતમાં 24 લોકોના મોત નીપજ્યા હતા. અન્ય 24 લોકોને ઈજા પહોંચી હતી.

આ બસ મોમ્બાસાના પાવર ઓફ ધ વર્લ્ડ ચર્ચ ઈન્ટરનેશનલની હતી અને પશ્ચિમ કેન્યામાં તેમના પાદરીના ફ્યુનરલમાં હાજરી આપનારા લોકોને ઘેર લઈ જતી હતી. સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર બસ ડ્રાઈવર સામેથી આવતી ટ્રક સાથે અથડાયો તે પહેલા સંખ્યાબંધ વાહનોને ઓવરટેક કરી આગળ વધ્યો હતો. જોકે, અન્ય સાક્ષીના જણાવ્યા મુજબ ટ્રકે બસને પાછળથી ટક્કર મારી હતી. ટ્રક ડ્રાઈવર પણ અન્ય ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

NTSAના આંકડા મુજબ 2025માં 5009 લોકોના માર્ગ અકસ્માતોમાં મોત થયા હતા જ્યારે 2026ના પૂર્વાર્ધમાં 2150 મોત નોંધાયા છે. ઓથોરિટીના અંદાજ અનુસાર કેન્યામાં દર વર્ષે આશરે 20,000 અકસ્માત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter