કેન્યા - યુકે વચ્ચે પ્રાદેશિક વ્યાપાર વધારવા આર્થિક ભાગીદારી કરાર

Wednesday 16th December 2020 01:42 EST
 
 

નાઈરોબીઃ કેન્યા અને યુનાઈટેડ કિંગ્ડમ વચ્ચે તાજેતરમાં યોજાયેલી વાટાઘાટોના અંતે ૮ ડિસેમ્બરે બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક આર્થિક ભાગીદારી કરાર (EPA) થયો હતો. બ્રેક્ઝિટ પછી બન્ને દેશના પારસ્પારિક હિતોને જાળવી રાખવા થયેલો આ કરાર યુરોપિયન યુનિયન માર્કેટમાં ડ્યૂટી અને ક્વોટા મુક્ત EAC નિકાસની ઈસ્ટ આફ્રિકન કમ્યુનિટીને સુવિધા પૂરી પાડે છે.
લંડનમાં ટ્રેડ કેબિનેટ સેક્રેટરી બેટ્ટી મૈનાએ જણાવ્યું હતું કે આ કરાર પ્રમુખ ઉહુરુ કેન્યાટા અને યુકેના વડા પ્રધાન બોરિસ જહોન્સનની દીર્ઘદ્રષ્ટિને લીધે થયો હતો. બન્ને નેતાઓ બ્રેક્ઝિટ પછીની ભાગીદારીના માળખાની જરુરિયાત અંગે સંમત થયા ત્યારે તેમણે જે પારસ્પારિક લાભની સંભાવના જોઈ હતી તેને પૂર્ણ કરવાની આપણી પાસે તક છે. આ વર્ષની શરૂઆતમાં બન્ને નેતા યુકે અને EAC ભાગીદાર દેશો વચ્ચે વ્યાપાર અને સહકારના વિકાસ માટે માળખું ઘડી કાઢવા સંમત થયા હતા. તેમણે ઉમેર્યું કે આ કરારને બહાલી મળ્યા પછી સંપૂર્ણ અમલ થશે ત્યારે કેન્યા અને EAC માં તેના ભાગીદાર દેશોને મહત્ત્વના લાભ થશે.
કેન્યાએ EAC પ્રદેશમાં તેની વ્યૂહાત્મક વ્યાપાર અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ પ્રક્રિયામાં નેતૃત્વ સંભાળ્યું છે. યુકે કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસમાં મિનિસ્ટર ફોર સાઉથ આફ્રિકા અને સાંસદ જેમ્સ ડડ્રીજ અને સી એસ મૈનાના સહયજમાનપદે ગઈ ૧૩ નવેમ્બરે યોજાયેલી બીજી ઈકોનોમિક ડેવલપમેન્ટ ફોરમમાં આ વાત પર ભાર મૂકાયો હતો.
યુકે આાગામી ૩૧ ડિસેમ્બરે ઈયુથી અલગ થશે તે પછી પણ EAC દેશોમાંથી ડ્યૂટી અને ક્વોટા ફ્રી નિકાસ ચાલુ રહે તે આ કરારથી સુનિશ્ચિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter