નાઈરોબીઃ સેન્ટ્રલ બેંક ઓફ કેન્યાએ ફુગાવો વધવાની ચિંતાઓને દૂર કરતાં સતત છ્ઠ્ઠી વખત બેઝ લેન્ડિંગ રેટ BLR ૭ ટકા યથાવત રાખ્યો હતો.
મોનેટરી પોલિસી કમિટીએ જણાવ્યું કે ફૂગાવો વધવાની અપેક્ષા નિર્ધારિત મર્યાદામાં છે અને કોવિડ મહામારીને લીધે પ્રારંભિક અવરોધ પછી અર્થતંત્ર ફરી પાટા પર ચડી રહ્યું છે. ઓક્ટોબરના ૭.૭ ટકાની સરખામણીએ પ્રાઈવેટ સેક્ટરમાં ડિસેમ્બરમાં ૮.૪ ટકા ધિરાણ થયું હતું. જોકે, આર્થિક વિકાસને મદદ માટે જરૂરી ૧૨થી ૧૫ ટકાના આદર્શ વિકાસ ધોરણ કરતાં તે બન્ને ઓછાં છે.
૨૦૨૦ના માર્ચથી અમલી બનાવાયેલા નીતિવિષયક પગલાંના પેકેજની અર્થતંત્ર પર લક્ષિત અસર થઈ રહી છે અને નાણાંકીય વર્ષ ૨૦૨૦ - ૨૧ના બજેટમાં જાહેર કરાયેલા અને અમલી બનાવાયેલાં આર્થિક પગલાં આગળ વધી રહ્યા છે.