કેન્યાના ઊંટ કોવિડ જેવી મહામારી ફેલાવશે ?

Wednesday 21st April 2021 07:02 EDT
 
 

નાઈરોબીઃ દક્ષિણ કેન્યાના કાપીટી નેચર રિઝર્વમાં કોવિડ – ૧૯ ના કુળના Mers-CoV નામના વાઈરસને શોધવા માટે ઊંટની વસ્તીના પીસીઆર ટેસ્ટ વધારવામાં આવ્યા છે. આ વાઇરસ આગામી વૈશ્વિક મહામારી સર્જી શકે તેમ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના જણાવ્યા મુજબ માણસને લાગતાં ચેપમાં ૬૦ ટકા જેટલાં વાઈરસ ચામાચિડીયા, પેંગોલિન અને મરઘાં જેવાં પ્રાણીઓ દ્વારા ફેલાય છે.
WHOના જણાવ્યા મુજબ Mers-CoV ના કિસ્સામાં તે આ પ્રકારના પ્રાણીઓના સંપર્કમાં આવવાથી માણસમાં ફેલાયો હતો. તેને પગલે ૨૦૧૨થી ૨૦૧૫ વચ્ચે ફાટી નીકળેલી મહામારીમાં મોટાભાગે સાઉદી અરેબિયામાં સહિત દુનિયાભરમાં સેંકડો લોકોનો ભોગ લેવાયો હતો. આ વાઈરસથી માણસમાં કોવિડ -૧૯ (ઊંટમાં હળવી શરદીની સરખામણીએ તાવ, કફ, શ્વાસની તકલીફ) જેવાં લક્ષણો થાય છે. પરંતુ, તે ખૂબ ઘાતક છે. તેનાથી પીડાતા દર ત્રણ વ્યક્તિમાંથી એકનો તે ભોગ લે છે.
ઈથિયોપિયા અને સોમાલિયાની સરહદોના વિસ્તારના કાપીટીના ઉંટસવારો પૈકી એક ઈસાક મોહમ્મદે જણાવ્યું કે કેન્યામાં ઊંટ ખૂબ મહત્ત્વનું છે. પહેલા તો એ કે દુકાળમાં તેનું મૃત્યુ થતું નથી. બીજું એ પાણી પીધા વિના ૩૦ દિવસ રહી શકે છે.
આ તમામ વિસ્તારોમાં ઊંટ પુષ્કળ પ્રમાણમાં છે.
૨૦૨૦માં યુએનના નિષ્ણાતોની પેનલે ચેતવણી આપી હતી કે પર્યાવરણીય વિનાશને લીધે વન્યજીવસૃષ્ટિ, પશુધન અને માણસ વચ્ચે વધી ગયેલા સંપર્કને લીધે ભવિષ્યમાં અવારનવાર મહામારી આવશે અને તે વધુ જીવલેણ હશે.
બે મીટર ઊંચા અને ૩૦૦ કિલો વજનના ઊંટને તેના પર સવાર ત્રણ લોકો પકડી રાખે છે જ્યારે વાદળી કોટમાં સજ્જ વેટરનરી ડોક્ટર સેમ્પલિંગ માટે ઝડપથી આગળ વધે છે અને સેમ્પલ લે છે. કાપીટીના વેટરનરી ડોક્ટર નેલ્સન કીપચીરચીરે જણાવ્યું હતું કે પ્રાણીનું સેમ્પલ લેવું બહુ જ અઘરું હોય છે કારણકે તે વખતે શું થશે તેની તમને ખબર હોતી નથી, તમે કંઈ ખોટું કરો તો એ વધારે ખરાબ થઈ શકે, તે તમને મારી શકે અથવા કરડી શકે. ઊંટના નાકનું અને લોહીનું સેમ્પલ લેવાનું હોય ત્યારે એકાદ સવારે તો ઊંટની લાત ખાવી પડશે.
ઇન્ટરનેશનલ લાઈવસ્ટોક રિસર્ચ ઇન્સ્ટિટયૂટનો ૧૩,૦૦૦ હેક્ટર જેટલો વિસ્તાર છે. તેનું દુનિયાનું વડુ મથક નાઈરોબીમાં આવેલું છે. આ વિસ્તારના ઘણા જંગલી પશુ - પ્રાણીઓ પર સંશોધન થાય છે. સાઉદી અરેબિયામાં મેર્સ કોવ નામનો વાઈરસ ફાટી નીકળ્યો હતો તે પછીના વર્ષે ૨૦૧૩માં કેન્યાના ઊંટોમાં મીડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાઈરસના અભ્યાસ માટે આ સંસ્થા શરૂ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter