નૈવાસાઃ કેન્યાના નૈવાસા હિન્દુ મંદિર ખાતે 2 માર્ચ 2026ના રોજ તેજસ મહારાજની આગેવાનીમાં શ્રદ્ધાળુઓ દ્વારા હોલિકા દહન કરાયું હતું. નૈવાસા એક નાનુ શહેર છે પરંતુ પૂજા અને એકતામાં આ સુંદર ઉજવણી કરાઇ હતી. પર્યાવરણની જાળવણી માટે હોળીને નાની રખાઇ હતી પરંતુ વૃક્ષો બચાવવા માટેનો આ એક શક્તિશાળી સંદેશ હતો.


