કેન્યાના યુવાનોમાં લોકપ્રિય બની રહેલી તલવારબાજીની રમત

Tuesday 23rd April 2024 01:42 EDT
 
 

નાઈરોબીઃ સાધનસરંજામના અભાવ છતાં, તલવારબાજી એટલે કે ફેન્સિંગની રમત કેન્યાના ગરીબ યુવાનોમાં લોકપ્રિય બની રહી છે. ફૂટબોલ અથવા એથેલેટિક્સ જેટલી લોકપ્રિય ન હોવાં છતાં, આ રમત યુવાનોને અપરાધ, ડ્રગ્સ અને અન્ય સામાજિક દબાણો-તણાવોથી દૂર જવામાં મદદ કરી રહી છે. સ્થાનિક કોમ્યુનિટી સેન્ટરમાં ત્સાવોરા ફેન્સિંગ ક્લબમાં જતા યુવાનો શેરીઓમાં જ આવતાજતા લોકોની સામે તલવારબાજીની પ્રેક્ટિસ કરતા રહે છે.

અપરાધી ગેંગ્સટરમાંથી કેન્યાની નેશનલ ફેન્સિંગ ટીમના કોચ બનેલા મ્બુરુ વાનયોઈકેએ 2021માં ત્સાવોરા ફેન્સિંગ ક્લબની સ્થાપના કરી હતી. આ ક્લબે 15 પ્રતિભાશાળી ફેન્સરની ખોજ કરી છે જેમણે નેશનલ સ્ક્વોડમાં સ્થાન મેળવ્યું છે અને આ વર્ષે અલ્જિરિયામાં યોજાનારી આફ્રિકન ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં કેન્યાનું પ્રતિનિધિત્વ કરવાની આશા રાખે છે. ત્સાવોરા ફેન્સિંગ અડોશપડોશના ગરીબ યુવાનો અને છોકરીઓને પોતાની પાંખમાં લઈ ફેન્સિંગની તાલીમ આપે છે. તેમની પાસે પૂરતા સાધનો નથી પરંતુ, જે છે તેનાથી કામ ચલાવી લે છે. સામાન્યપણે ખરાબ સંગતમાં પડી ગયેલા ટીનેજર્સ ફેન્સિંગ શીખવા આવ્યા પછી શિસ્તબદ્ધ બની ગયા છે અને આ રમતમાં આગળ વધવા ઉત્સુક રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter