નાઈરોબીઃ પીઢ વિપક્ષી નેતા રાઈલા ઓડિંગાએ તેમના પૂર્વ વિરોધી પ્રમુખ ઉહુરુ કેન્યાટા સાથે કરેલી આશ્ચર્યજનક સંધિને પગલે મહિનાઓના સસ્પેન્સનો અંત લાવતા જાહેરાત કરી હતી કે તે આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં કેન્યાના પ્રમુખપદ માટે પાંચમી વખત પ્રયાસ કરશે. ૯ ડિસેમ્બરે રાજકીય અગ્રણીઓ અને હજારો ટેકેદારોથી ખીચોખીચ ભરેલા નાઈરોબી સ્ટેડિયમમાં કરેલી જાહેરાતથી દસકાઓથી કેન્યાના વિપક્ષનો ચહેરો રહેલા ૭૬ વર્ષીય ઓડિંગાએ ટોચના હોદ્દા માટે કેન્યાટાનું સમર્થન મેળવવા તેમની સાથે સત્તાની વહેંચણી અંગે ડીલ કર્યું હોવાની અટકળો વહેતી થઈ હતી.
આ જાહેરાત કરતા તેમણે કહ્યું કે તેઓ આજીવનનું લોકતાંત્રિક અને વિકાસશીલ કેન્યાનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ છે. તેઓ એક અવિભાજ્ય રાષ્ટ્રના નિર્માણની સ્પર્ધામાં છે.
ગયા શુક્રવારે ઓડિંગાએ હેન્ડશેક તરફ લઈ ગયેલી વાટાઘાટો શરૂ કરવામાં દૂરંદેશી અને દેશભક્તિની લાગણી બદલ કેન્યાટાની પ્રશંસા કરી હતી. જોકે, કેન્યાટાના જ્યૂબિલી પક્ષે ઓડિંગાને સમર્થનની સત્તાવાર જાહેરાત કરી નથી, પણ શુક્રવારે પક્ષના વાઈસ ચેરમેન ડેવિડ મુરાથે સહિત કેટલાંક વરિષ્ઠ સભ્યો સભામાં હાજર રહ્યા હતા.
ઘણાં લોકો દ્વારા બાબા (સ્વાહિલીમાં પિતા) તરીકે ઓળખાતા કેન્યાના રાજકારણના મુખ્ય આધાર ઓડિંગા ૧૯૯૭, ૨૦૦૭, ૨૦૧૩ અને ૨૦૧૭ એમ ચાર વખત પ્રમુખપદની ચૂંટણીમાં હારવા છતાં ખૂબ લોકપ્રિય છે.
‘હેન્ડશેક’ તરીકે જાણીતી આ સંધિને લીધે બન્ને વચ્ચે બે ટર્મ સુધી પ્રેસિડેન્ટ રહેલા અને ત્રીજી ટર્મ માટે સત્તા પર રહી ન શકનારા કેન્યાટાના અનુગામી તરીકે ઓડિંગા આવશે તેવી અટકળો ઉભી થઈ હતી. બન્ને નેતા સૂચિત બંધારણીય સુધારા દ્વારા એક્ઝિક્યુટિવમાં ફેરફાર લાવવા માગતા હતા