નાઈરોબીઃ કેન્યામાં સિગારેટના કાળાબજારમાં વેચાણમાં ભારે ઉછાળો આવતા દેશને દર વર્ષે 9 બિલિયન શિલિંગ્સ ગુમાવવા પડે છે. કેન્યાના કુલ તમાકુ વેપારમાં સિગારેટનું ગેરકાયદે વેચાણ 37 ટકા જેટલું થઈ ગયું છે. ગયા વર્ષે આંકડો 27 ટકાનો હતો.
ગ્લોબલ ઈનસાઈટ કંપની કાન્ટારના રિપોર્ટમાં જણાવાયું છે કે કેન્યામાં વપરાશમાં લેવાતી દર ત્રણ સિગારેટમાંથી એક કરતાં વધુ સિગારેટ અનિયંત્રિત છે જેના પરિણામે સરકારને ટેક્સમાં ભારે નુકસાન સહન કરવું પડે છે. કાન્ટારના રિપોર્ટ મુજબ કેન્યામાં વેચાતી મોટાભાગની ગેરકાયદે સિગારેટનું ઉત્પાદન યુગાન્ડામાં થાય છે. કેન્યા રેવન્યુ ઓથોરિટીના ડેટા અનુસાર 2024માં કેન્યામાં ગેરકાયદે પ્રવેશતા માલસામાનમાં 43.5 મિલિયન શિલિંગ્સના વધારા સાથે આંકડો 243.5 મિલિયન શિલિંગ્સ થયો હતો.