કેન્યામાં આરોગ્યક્ષેત્રે AI સુધારાઓ ગરીબો માટે નુકસાનકારી

Tuesday 02nd June 2026 13:47 EDT
 
 

નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ ઓક્ટોબર 2024માં તમામ કેન્યાવાસીઓને હેલ્થકેરની સુવિધા પુરી પાડવા દાયકાઓ જુની નેશનલ ઈન્સ્યુરન્સ પદ્ધતિના સ્થાને AI સિસ્ટમ લોન્ચ કરી હતી, જેનું લક્ષ્ય કેન્યનો માટે કેટલી ચૂકવણી કરવી પોસાય તેની આગાહી કરવાનું હતું, પરંતુ આ ખામીઓ ધરાવતી સિસ્ટમે તો ધનવાનોની તરફેણ કરવા સાથે ગરીબો માટે હેલ્થકેરનો ખર્ચો વધારી દીધો છે.

દૈનિક મજૂરો, ફેરિયાઓ, ખેડૂતો અને પગાર વિનાના વર્ક્સ સાથે કેન્યાના 83 ટકા વર્કફોર્સ માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરીકે ગણાવાયેલી આ પદ્ધતિ સામે વિરોધ અને રોષ પ્રગટ થઈ રહ્યો છે. લાખો લોકો માટે હેલ્થકેર ફાળો જે ફોર્મ્યુલાથી ગણવામાં આવે છે તે ખામીયુક્ત અને અપારદર્શી છે. આ AI સિસ્ટમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે તાજેતરની પ્રગતિ પર આધારિત નથી, પરંતુ સાધનોના પરીક્ષણની પ્રક્રિયા થકી હેલ્થકેર યોગદાનની ગણતરી કરે છે. મહિનાઓની તપાસ પછી બહાર આવ્યું છે કે આ હેલ્થકેર અલ્ગોરિધમ સિસ્ટમ ગરીબ કેન્યનોની આવકનો વધુપડતો અંદાજ મૂકી તેમની પાસેથી વધુ ચાર્જ કરે છે જ્યારે ધનવાનોની આવકનો ઓછો અંદાજ લગાવી તેમનો ઓછો ચાર્જ વસુલે છે.

ખાવાના પણ સાંસા પડતા હોય તેવા ગરીબ કેન્યનો પાસેથી તેમને પોસાય નહિ તેવી ભારે ફી ચાર્જ કરવામાં આવે છે. ઘણા લોકો માટે તો તેમની અલ્પ આવકના 10થી 20 ટકા જેટલી ફી રહે છે. સોશિયલ હેલ્થ ઓથોરિટી (SHA)ની આ સિસ્ટમ દ્વારા ગણાવાયેલી રકમ ચૂકવી ન શકે તેવા ગંભીર બીમાર લોકોને સારવાર મળી શકતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter