કેન્યામાં ઓઈલ ઈમ્પોર્ટ કૌભાંડની આશંકા: બીજા શિપમેન્ટ પર પ્રતિબંધ

ઉચ્ચ સ્તરીય અધિકારીઓના રાજીનામાંની લહેર

Tuesday 07th April 2026 11:26 EDT
 
 

મોમ્બાસા: કેન્યાએ તેના ઓઈલ સપ્લાય ચેઈન કૌભાંડની તપાસ ઝડપી બનાવતા મોમ્બાસા પોર્ટ પર ઈંધણના બીજા શિપમેન્ટના ડોકિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વિવાદાસ્પદ આયાત સોદાની તપાસના ઘેરા પડઘા પડતા દેશમાં અનેક ઉચ્ચ અધિકારીઓએ પદ પરથી રાજીનામાં આપી દીધા છે, જેનાથી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

સરકારી સ્તરે થતી ઓઈલ આયાતના માળખા હેઠળ લાવવામાં આવેલા પ્રથમ શિપમેન્ટમાં ગેરરીતિઓ જણાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉનું એક શિપમેન્ટ પહેલાથી જ સપ્લાય ચેઈનમાં સામેલ થઈ ચૂક્યું છે, પરંતુ બાદમાં તેની પ્રાપ્તિ (Procurement) અને હેન્ડલિંગ પ્રક્રિયામાં ગંભીર ક્ષતિઓ અને અનિયમિતતાઓ સામે આવી હતી.

કેન્યા સરકાર હાલમાં આ સિસ્ટમમાં થયેલી સંભવિત ગેરરીતિઓના મૂળ સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહી છે, જેથી ભવિષ્યમાં આવા આર્થિક જોખમોથી બચી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter