કેન્યામાં ડાયસ્પોરા મતદારોની નોંધણીનો પ્રારંભ

Tuesday 25th January 2022 15:07 EST
 

નાઈરોબીઃ આગામી ૯ ઓગસ્ટે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા કેન્યાએ ૧૮ ડાયસ્પોરા પોલિંગ સેન્ટર શરૂ કર્યા છે. ત્યાં મતદારોની નોધણી હાથ ધરાઈ છે. આગામી છ ફેબ્રુઆરી સુધી ચાલનારા ડાયસ્પોરા વોટર રજિસ્ટ્રેશનમાં ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC) - યુગાન્ડા, બુરુન્ડી, ટાન્ઝાનિયા, રવાન્ડા અને સાઉથ સુદાન – માં રહેતા કેન્યન ચૂંટણી મતદાન માટે નોંધણી કરાવવા તેમના નાગરિકત્વના પૂરાવા તરીકે પ્રથમ વખત પાસપોર્ટને બદલ તેમના આઈડેન્ટીટી કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.

ગેઝેટ નોટિસમાં ઈન્ડિપેન્ડન્ટ ઈલેક્ટોરલ એન્ડ બાઉન્ડરીઝ કમિશન (IEBC)ના ચેરમેન વફુલા ચેબુકાતીએ જણાવ્યું કે એન્હેન્સ્ડ કન્ટિન્યુઅસ વોટર રજસ્ટ્રેશન (ECVR)ના બીજા તબક્કામાં ડાયસ્પોરાના તમામનું રજિસ્ટ્રેશન થાય તેની તકેદારી રાખવામાં આવશે. તેમણે ઉમેર્યું કે કમિશનનું લક્ષ્ય પાત્રતા ધરાવતા વધારાના ૪.૫ મિલિયન મતદારોની નોંધણી કરવાનું છે.

કમિશને ECVRના પહેલા તબક્કામાં છ મિલિયનના લક્ષ્યમાંથી પાત્રતા ધરાવતા નવા ૧,૫૧૯,૨૯૪ મતદારોનું રજિસ્ટ્રેશન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter