કેન્યામાં હાથણીએ જોડકાને જન્મ આપ્યાંની દુર્લભ ઘટના

Tuesday 28th November 2023 03:55 EST
 
 

નાઈરોબીઃ ઉત્તર કેન્યાના સામ્બુરુ નેશનલ રિઝર્વમાં આલ્ટો નામની હાથણીએ જોડકા માદા બચ્ચાને જન્મ આપ્યાની દુર્લભ ઘટના નોંધાઈ છે. સેવ ધ એલિફન્ટ્સ સંસ્થા અનુસાર જમીન પર વિશ્વના સૌથી મહાકાય અને લુપ્ત થવાના જોખમ ધરાવતા સસ્તન્ય પ્રાણી હાથીના જન્મમાં માત્ર એક ટકા જેટલી આવી ઘટના હોવાં છતાં સામ્બુરુ નેશનલ રિઝર્વમાં 2022માં પણ એક નર અને એક માદા હાથીના જોડકાનો જન્મ થયાની ઘટના નોંધાયેલી છે.

સસ્તન્ય પ્રાણીઓમાં હાથણી ગર્ભાવસ્થાનો સૌથી લાંબો 22 મહિનાનો ગાળો ધરાવે છે અને લગભગ દર ચાર વર્ષે બચ્ચાને જન્મ આપે છે. હાથીના જોડકાં બચ્ચાં હંમેશાં જીવી જતાં નથી, સામ્બુરુ રિઝર્વમાં 2006માં જન્મેલાં જોડકાં બચ્ચા થોડા જ દિવસ જીવ્યાં હતાં. કેન્યાના વાઈલ્ડલાઈફની સૌપ્રથમ રાષ્ટ્રીય વસ્તી ગણતરી 2021માં થઈ હતી તે મુજબ દેશમાં હાથીની સંખ્યા 36,000થી વધુ છે. હાથીદાંત માટે ગેરકાયદે શિકારનું પ્રમાણ 2014માં સૌથી ઊંચું હતું ત્યારે હાથીની નોંધાયેલી વસ્તી કરતાં હાલની સંખ્યા 12 ટકાનો ઉછાળો દર્શાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter