બ્રાઝાવિલેઃ કોંગોના પ્રમુખ ત્શીસેકેદી એક વર્ષ માટે આફ્રિકન યુનિયનના ચેરમેન બન્યા છે. ૬ ફેબ્રુઆરીએ મળેલી આફ્રિકન યુનિયનની શિખર બેઠકમાં તેમણે સાઉથ આફ્રિકાના સીરીલ રામાફોસાનું સ્થાન સંભાળ્યું છે. ત્શીસેકેદીને આ વર્ષના સૌથી મોટા પડકારમાં કોરોના વાઈરસને લીધે હેલ્થ સર્વિસ અને અર્થતંત્રને થયેલી ભારે અસરનો સામનો કરવો પડશે. જોકે, અન્ય પ્રદેશો કરતાં આ ખંડને ઓછી અસર થઈ છે. આ ખંડમાં દુનિયાના કોરોનાના કુલ પૈકી ૩.૫ ટકા કેસ અને કુલ મૃત્યુના ચાર ટકા મૃત્યુ થયા હતા. પરંતુ, ઘણાં આફ્રિકન દેશો કોરોનાના બીજા તબક્કા સામે ઝઝૂમી રહ્યા છે અને પૂરતા પ્રમાણમાં વેક્સિનના ડોઝ મેળવવા જહેમત કરી રહ્યા છે. આ બેઠકમાં વેક્સિન ફાઈનાન્સિંગ વિશે પણ ચર્ચા થવાની શક્યતા છે. તે ઉપરાંત, અન્ય મુદ્દાઓમાં નાઈલ ડેમ વિવાદ અને ઈથિયોપિયાના ટાઈગ્રે, સાહેલ અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં ચાલી રહેલો સંઘર્ષ છે.