કિન્સાસાઃ કુખ્યાત ઈસ્લામિક સંગઠન ISIS સાથે સંકળાયેલા બળવાખોર આતંકી જૂથ અલાયડ ડ્રેમોક્રેટિક ફોર્સ (ADF)ના આતંકીઓએ રવિવાર 27 જુલાઈની બપોરે DR કોંગોના કોમાન્ડા ટાઉનમાં કેથોલિક ચર્ચ પર કરેલા હુમલામાં 19 મહિલા, 15 પુરુષ અને 9 બાળક સહિત ઓછામાં ઓછાં 43 લોકોના મોત થયાં હતા અને સંખ્યાબંધને ઈજા પહોંચી હતી.
આતંકીઓએ ચર્ચ પરિસરની અંદર અને બહાર આડેધડ ગોળીબાર કરી લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. મોટા ભાગના લોકો ચર્ચમાં જાગરણમાં ભાગ લઈ રહ્યા હતા. હુમલાખોરોએ બિઝનેસીસ અને ઘરમાં લૂંટફાટ ચલાવી આગ ચાંપી હતી. અગાઉ, 8-9 જુલાઈના આતંકી હુમલામાં 47 તેમજ ફેબ્રુઆરીના હુમલામાં 23 લોકોએ જાન ગુમાવ્યા હતા.