કિન્સાસાઃ યુગાન્ડાની સીમાને અડીને આવેલા સેન્ટ્રલ આફ્રિકાના દેશ કોંગોના પૂર્વીય ઇરુમુ વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) જૂથ સાથે સંકળાયેલા એલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસ (ADF)ના ગેરિલા બળવાખોરોએ ચાકુ અને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી મહિલાઓ સહિત 66 લોકોની હત્યા કરી છે. કેટલા લોકોને બંધક બનાવાયા વિશે જાણકારી મળી નથી.
આ હુમલો ગુરુવાર અને શુક્રવારની રાત્રે ઇરુમુ ક્ષેત્રના વાલ્સે વાનકુતુ મુખ્ય ક્ષેત્રમાં થયો હતો. શરૂઆતમાં ૩૦ લોકોનાં મોત થયાંનું જાણવા મળ્યું હતું, પરંતુ પછી સંખ્યા વધીને 66 થઈ હતી. સીમાની બંને બાજુ સક્રિય એડીએફ યુગાન્ડાનો ઈસ્લામિક કટ્ટરવાદી સમૂહ છે. સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે આ હુમલો IS સાથે જોડાયેલા સંગઠન ગોરીલાઓએ કર્યો છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે પૂવ કોંગોમાં પડોશી દેશ રવાન્ડાનું સમર્થન ધરાવતા અન્ય વિદ્રોહી જૂથ M23ની સાથે ચાલતો સંઘર્ષ સમાપ્ત થવાની આશા હતી.