કોંગોમાં ઈબોલા રિસ્પોન્સ વર્ક્સના વેતન મુદ્દે દેખાવો

Tuesday 14th July 2026 13:17 EDT
 

કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના ઈબોલાગ્રસ્ત વિસ્તાર ઈટુરી પ્રાંતના બુનિયામાં ઈબોલા રિસ્પોન્સ વર્કર્સ દ્વારા ત્રણ ટ્રીટમેન્ટ સેન્ટર્સની બહાર વેતનના મુદ્દે વિરોધ દેખાવો કરવામાં આવ્યા હતા. તેમના કહેવા અનુસાર તેઓને કામની સરખામણીએ પૂરતી ચૂકવણી કરાઈ નથી. તેમણે ડેઈલી એલાવન્સીસ વધારવાની માગણી કરી છે. કોંગોમાં આશરે બે મહિના અગાઉ ઈબોલા રોગચાળો ફાટી નીકળ્યાનું જાહેર કરાયા પછી, 1759 લોકોને ચેપ લાગ્યો હતો અને 600થી વધુ મોત નોંધાયા છે.

ઈબોલા રિસ્પોન્સ ટીમના સંખ્યાબંધ કામદારો ગુરુવાર 9 જુલાઈએ સેન્ટર મેડિકલ ઈવેન્જેલિક (CME), એલિક્યા અને સાલામા ટ્રીટમેન્ટ સેન્ટર્સની બહાર એકત્ર થયા હતા. કામદારોએ જણાવ્યું હતું કે રોગચાળો ફાટી નીકળ્યા પછી તેમને વેતન કે એલાવન્સીસ ચૂકવાયા નથી. પોલીસે એક સ્થળેથી દેખાવકારોને દૂર કર્યા હતા. હેલ્થ મિનિસ્ટર સેમ્યુઅલ રોજર કામ્બાએ સ્વીકાર્યું હતું કે ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને ચૂકવણી બાબતે કેટલીક સમસ્યા થઈ હતી. જે લોકોને ચૂકવણી કરવાની તેમની યાદી અપડેટ કરવામાં આવી છે અને સત્તાવાળાઓને પેમેન્ટ્સ ઝડપી બનાવવા સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે આફ્રિકા સીડીસી દ્વારા ઈબોલા રિસ્પોન્સ માટે કોંગોને 2 મિલિયન ડોલરની સહાય આપવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter