કોવિડ રાહત ફંડમાં ગેરરીતિ બદલ મલાવીના પ્રધાનને પાણીચુ

Wednesday 28th April 2021 06:24 EDT
 
 

લીલોંગ્વેઃ મલાવીના પ્રમુખ લાઝારસ ચાકવેરાએ કોવિડ -૧૯ રાહત ફંડમાં Ugx ૩ મિલિયનની ઉચાપત બદલ તેમની કેબિનેટના લેબર પ્રધાન કેન કાન્ડોડોને હટાવી દીધા હોવાની જાહેરાત કરી હતી. કાન્ડોડોએ રાહત ફંડમાંથી તેમના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ૮૦૦ યુએસ ડોલર વાપર્યા હતા. આ મામલામાં મોટી રકમની ગેરરીતિ થઈ હોવાનું મનાય છે. પ્રમુખ ચાકવેરાએ ટેલિવિઝન સંબોધનમાં જણાવ્યું હતું કે કાન્ડોડોએ તે રકમ પાછી આપી દીધી છે. પરંતુ, તેમણે જે હેતુનું ફંડ છે તેને બદલે અન્ય ઉદેશ માટે ઉપયોગ કર્યો હતો, જે ખોટું છે.




to the free, weekly Gujarat Samachar email newsletter