ક્યૂબાના ડોક્ટર્સને કેન્યામાં નોકરીએ રાખવાની સમજૂતીનો અંત

Tuesday 17th October 2023 15:44 EDT
 
 

નાઈરોબીઃ કેન્યા સરકારના હેલ્થ મિનિસ્ટર નાકુમિચા વાફૂલાએ ક્યૂબાના ડોક્ટર્સને કેન્યામાં નોકરીઓ રાખવાની છ વર્ષ જૂની સમજૂતીને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. કેન્યાના ડોક્ટર્સની સરખામણીએ ક્યૂબન ડોક્ટર્સને સરેરાશ કરતાં બમણું વેતન મળતું હોવાથી સમજૂતી બાબતે મેડિકલ પ્રેક્ટિશનર્સ, ફાર્માસિસ્ટ, ડેન્ટિસ્ટ યુનિયનો નારાજ હતા.

સ્થાનિક ડોક્ટર્સને 1600થી 2300 ડોલરનું માસિક વેતન અપાતું હતું તેની સરખામણીએ ક્યૂબન ડોક્ટર્સને માસિક 5300 ડોલર અપાવા ઉપરાંત, સારા ટ્રાવેલ અને હાઉસિંગ એલાવન્સ પણ મળતા હતા. ક્યૂબન ડોક્ટર્સને અપાતા નાણા કેન્યાના મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડોક્ટર્સ પાછળ ખર્ચવા જોઈએ તેવી લાગણીના કારણે 2017ની સમજૂતીને રીન્યૂ નહિ કરવા જાહેરાત કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter