ગુલામી માટે વળતર મેળવવા ઘાના સંયુક્ત રાષ્ટ્રમાં ઠરાવ રજૂ કરશે

ટ્રાન્સએટલાન્ટિક ગુલામીને માનવ ઇતિહાસનો સૌથી ક્રુર અપરાધ ગણવા માગ

Tuesday 17th March 2026 11:48 EDT
 
 

લંડનઃ ઘાનાએ ટ્રાન્સએટલાન્ટિક ગુલામીને માનવ ઇતિહાસનો સૌથી ક્રુર અપરાધ ગણાવી વળતરની માગ કરી છે. આ માટે તે સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ લાવવા માગે છે અને યુરોપના વિરોધ છતાં વિશ્વના દેશોના વ્યાપક સમર્થનની આશા રાખે છે. પશ્ચિમ આફ્રિકાનો આ દેશ લાંબા સમયથી ગુલામી માટે વળતરની માગ કરી રહ્યો છે અને આ મહિનામાં જ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહ્યો છે.

આફ્રિકાના દેશો પૂર્વ સંસ્થાનવાદી દેશો દ્વારા થયેલા ઐતિહાસિક અન્યાય માટે જવાબદારી નક્કી કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. ઘાનાને અપેક્ષા છે કે તેને ઘણા સભ્ય દેશોનું સમર્થન હાંસલ થશે.

ગુલામી માટે વળતરની માગ તાજેતરના વર્ષોમાં ઘણી બુલંદ બની છે ત્યારે સંખ્યાબંધ યુરોપિયન નેતાઓ આ મુદ્દા પર ચર્ચાનો પણ વિરોધ કરી રહ્યાં છે. તેમની દલીલ છે કે આજના દેશો અને સંસ્થાનોને ભૂતકાળમાં થયેલા અપરાધો માટે જવાબદાર ગણાવી શકાય નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter