ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને આફ્રિકાના દેશોમાં મોકલી આપવા યુરોપિયન સંઘની યોજના

યુકેએ રવાન્ડા સાથેની ડીલ રદ કરી જ્યારે યુરોપિયન સંઘ હવે એ જ દિશામાં આગળ વધી રહ્યો છે

Tuesday 31st March 2026 10:32 EDT
 
 

લંડનઃ સ્ટાર્મર સરકારે રાજ્યાશ્રયવાંચ્છુઓને રવાન્ડા મોકલી આપવાની યોજના સત્તામાં આવતાની સાથે જ રદ કરી નાખી હતી પરંતુ હવે જર્મની, નેધરલેન્ડ, ડેન્માર્ક, ઓસ્ટ્રિયા અને ગ્રીસ સહિતના યુરોપિયન સંઘના દેશો રાજ્યાશ્રય નકારી કઢાયો હોય તેવા માઇગ્રન્ટ્સને યુરોપિયન સંઘની બહારના અને વિશેષ કરીને આફ્રિકાના દેશોમાં મોકલી આપવાની તૈયારી કરી રહ્યાં છે. તેમની આ યોજનાને ફિનલેન્ડ અને ઇટાલી પણ સમર્થન આપી રહ્યાં છે. આફ્રિકાના ઘણા દેશો પોતાના વતન પરત ન ફરી શક્તા હોય તેવા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને આશ્રય આપવા તૈયાર છે.

ગયા સપ્તાહમાં યુરોપિયન પાર્લામેન્ટે આકરું વલણ અપનાવતા આ યોજના પર મહોર મારી દીધી છે. તેના પગલે દેશનિકાલની પ્રક્રિયાને ઝડપી અને અસરકારક બનાવી શકાશે. હવે યુરોપિયન સંઘના સભ્ય દેશોની સરકારો અને સંસદો દ્વારા આ યોજનાને મંજૂરી અપાશે.

જર્મન ગૃહમંત્રી એલેક્ઝાન્ડર ડોબરિન્ડ્ટે જણાવ્યું હતું કે, અમે આ વર્ષના અંત સુધીમાં માઇગ્રન્ટ્સને આશ્રય આપનારા દેશો સાથે કરાર કરી લઇશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter