જોહાનિસબર્ગના સોવેટોમાં અંધાધૂંધ ફાયરિંગઃ ૧૫નાં મોત

Tuesday 19th July 2022 12:57 EDT
 

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે સોવેટો ટાઉનશિપમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવતા 15 લોકોનાં મોત થયા હતા અને 10ને ઈજા થઈ હતી. જેમાં એક કિશોર પણ સામેલ છે. 12નાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 3નાં સારવાર વખતે મોત થયાં હતાં.

ગત શનિવાર અને રવિવારની મધરાતે આ હિચકારો હુમલો કરાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ કેટલાક લોકોનું ગ્રૂપ ઓરલાન્ડો ઈસ્ટ ટેવર્નમાં પ્રવેશ્યું હતું અને કોઈ કારણ વિના ફાયરિંગ કરીને નિર્દોષ લોકોની હત્યા કરી હતી. મૃતકોની ઉંમર 19 થી 35 વર્ષ વચ્ચે હોવાનું જાણવા મળે છે. ગનમેન દ્વારા રાઈફલ અને પિસ્તોલથી આડેધડ ફાયરિંગ કરાયું હતું. હુમલામાં કેટલાક લોકો સામેલ હતા. તેની ચોક્કસ જાણ થઈ ન હતી. સોવેટોથી 500 કિ.મી દુર પિટર મેરિટ્ઝબર્ગમાં બીજા એક બારમાં પણ ફાયરીંગની ઘટના બની હતી જેમાં 4 લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter