જ્હોનિસબર્ગમાં ગોળીબારની ઘટનામાં ઝિમ્બાબ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ મુગાબેના પુત્રની ધરપકડ

Tuesday 24th February 2026 12:08 EST
 
 

જ્હોનિસબર્ગઃ ઝિમ્બાબ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેના જ્હોનિસબર્ગ સ્થિત નિવાસસ્થાન ખાતે થયેલા ગોળીબારમાં એક માળીને ઇજા પહોંચી હતી. પોલીસે રોબર્ટ મુગાબેના નાના પુત્ર બેલાર્માઇન ચટુંગા મુગાબેની ધરપકડ કરી હતી. ઘવાયેલા માળીની સ્થિતિ ગંભીર હોવાનું માનવામાં આવે છે. પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી હતી જેમાં મુગાબેના પુત્રનો પણ સમાવેશ થાય છે. પોલીસ કયા ઇરાદાથી માળીને ગોળી મારવામાં આવી તેની તપાસ કરી રહી છે. મુગાબેના બંને દીકરા રોબર્ટ જુનિયર અને બેલાર્માઇન જ્હોનિસબર્ગમાં વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter